Thursday, 22 November 2012

સખી! મારો સાયબો સૂતો - વિનોદ જોશી

સ્વર- ગાર્ગી વ્હોરા
કવિ- વિનોદ જોશી




સખી! મારો સાયબો સૂતો ફળીયે ઢળી ઢૉલિયો
   હું તો મેડિયે ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં....

એક તો માઝમ રાતની રજાઇ
   ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
   પોયણાંથી પંપાળતાં ઝીણૉ સાથિયો કરી જાય;
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
   હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર ફેરવા દોડિ જાઉં  ....

એમ તો સરોવરમાં બોળી ચાંચ
   ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
   એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
   હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં ...

No comments:

Post a Comment