Saturday, 10 April 2010

કાવ્યવિશેષ - વેણીભાઇ


બધા ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે. સાહિત્યને 'તારી આંખનો અફીણી','નયણાં', 'પ્યારનો પારો' જેવી ઉત્તમ રચના આપતા કવિ વેણીભાઇ પુરોહિતના કાવ્યોનો સંગ્રહ 'કાવ્યવિશેષ - વેણીભાઇ' આવતીકાલ એટલે કે શનિવાર ૧૦ એપ્રિલે પ્રકાશિત થઇ રહ્યો છે. પ્રસિધ્ધ સ્વરકાર શ્રી દિલીપભાઇ ધોળકિયાના હસ્તે મુંબઇના ભારતીય વિદ્યાભવન ખાતે રાત્રે 0૮:૦૦ વાગ્યે તેનુ વિમોચન કરવામાં આવનાર છે.

એટલું જ નહીં સુરેશ જોષીના સંગીત સંકલનમા તેમની અનન્યરચનાઓને ગુજરાતના જુદા જુદા ગાયકોના અવાજમાં આપ માણી પણ શકો છો. તો આ કાર્યક્રમ માણવાનુ ચુકતા નહીં


No comments:

Post a Comment