Thursday, 22 April 2010

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું - માધવ રામાનુજ





કવિ માધવ રામાનુજને તેમના ૬૫માં જન્મદિને 'અભિષેક' તરફથી ખુબ ખુબ શુભેચ્છા. આજે તેમના આ સુંદર કાવ્યની મજા માણીયે.


કવિ - માધવ રામાનુજ
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત - શ્યામલ - સૌમિલ





એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

(શબ્દો -
મિતિક્ષા.કોમ)
(છબી - ગુજરાતી સારસ્વત પરિચય)

No comments:

Post a Comment