લોકગીત
સ્વર - દિપાલી સોમૈયાબામ્બુ બિટ્સ

રૂમાલ મારો લેતા જા જો રે
લેતા જાજો ને દાન દેતા જા જો રે
હું તારા ઓરડાને મેડીના મોલથી
હે.. આજ આવુ તારા અહીંયા કરતાં જાજો
મારી પાતલડીના પરણ્યા
રૂમાલ મારો લેતા જા જો રે
ભોજન ભાવતા ને કઢીયેલ દૂધજી
આજના ભોજનીયા અહીં કરતા જાજો
મારી પાતલડીના પરણ્યા
રૂમાલ મારો લેતા જા જો રે
પોઢણ ઢોલીયા ને હીંડોળા ખાટજી
હે.. આજના પોઢણીયા અહીંયા કરતાં જાજો
મારી સગી નણંદબાઇ ના વીરા
રૂમાલ મારો લેતા જા જો રે
ઓલા ભાણીડાના હાથનો લીલો રૂમાલ મારો લેતા જાજો
લેતા જાજો ને દાન દેતા જા જો રે
મારી સગી નણંદબાઇ ના વીરા
રૂમાલ મારો લેતા જા જો રે
hi,
ReplyDeletelovely song by deepali somaiya-her laheko and breath control whilst singing is awesome.
couldn't post a comment on the site.
keep up the good work.
siddharth