Monday, 26 April 2010

સાચુ રે બોલ - અવિનાશ વ્યાસ

એક તોફાની ગીત માણિયે. આ ગીત સાંભળતા 'બૉબી'નુ 'જૂઠ બોલે કૌવા કાંટે યાદ આવ્યા વિના ન રહે'.


ચિત્રપટ - સૂરજ-ચંદ્રની સાખે
ગીત, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર




સાચુ રે બોલ,સાચુ રે બોલ,સાચુ રે બોલ
મારા વેરી રે વાલીડા, બોલીને કાં' ભરમાવી,
રાજ, બોલીને કાં' ભરમાવી.
પાતળો રે વેશ છેતરી ગયો, મારા દિલડાંને દુભાવી
બોલીને કાં' ભરમાવી


હે... વેશ ભલે બદલ્યો, રૂપ ભલે બદલ્યું,
દિલ તો નથી બદલાયું,હુ તો તારો સાજન સાચો
ઉરમા ઉંધુ ભરાયું, હે તારા ઉરમા ઉંધુ ભરાયું
કેટલીય વાર કહ્યુ હું ચું સાચો, પણ સમજે ના સમજાવી રાજ
બોલીને કાં' ભરમાવી, સાચો જુઠો
સાડિ સાત વાર જુઠ્ઠો, હજાર વાર જુઠ્ઠો, લાખ વાર જુઠ્ઠો


જુઠ્ઠુ બોલે એને તો ભાઇ કાળિયો કૂતરો કરડે,
મરદ મૂછાળો તારા જેવો છોને મૂંછો મરડે, મરડે મરડે


તું જુઠ્ઠુ જુઠ્ઠુ ઝઘડે, અમથી અમથી બગડે,
નાની અમથી વાત એમાં તુ મુખલડુ મરડે
જુઠ્ઠુ બોલે એને તો ભાઇ કાળિયો કૂતરો કરડે,


હે... ગળે વીંટીને દોરડું, હું તો ફાંસો ખાઇશ,
તો ગળે ફૂલનો હાર થઇને, હું તને વીંટાઇશ
હું તો જાવ, ના.., હું તો કુવે પડવા જાવ
તને ઝીલવા ઊંડા કૂવાનુ હું તો પાણી થાઉ
જો પડુ પહાડ પરથી, ધરતીની માટી થઇ
ઝીલુ તને હું કરથી


હું બડી મારો થઇને પતિ પતિ પતિ
હા...હા...
જુઠ્ઠુ બોલે એને તો ભાઇ કાળિયો કૂતરો કરડે,

1 comment: