Wednesday, 12 May 2010

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો! : લોકગીત

આજે એક તોફાની લોકગીત માણીયે. લોકગીતના શબ્દો જ તોફાની છે. એમાં ભળે છે ધ્રુવભાઇએ યુ ટ્યુબ પર મુકેલો વધુ તોફાની વિડીયો. એટલે સોનામાં સુગંઘ ભળી. આજનું આ ગીત સાંભળવાની સાથે જોવાનું પણ ભુલતા નહીં.


સ્વર,સંગીત - ????

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

(Lyrics - Wikisource

1 comment:

  1. શ્રી રામની આરાધનામા થોડા લોકગીતોપણ છે.જેવા કે
    દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
    છો ને ભગવાન કેવરાવો
    પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
    મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
    --------------------------------
    પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
    પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો
    લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
    ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
    -----------------------------
    સરોવર કાંઠે શબરી બેઠે, રટે રામનું નામ…
    એક દિન આવશે સ્વામી મારા, અંતરનાં આરામ…
    -----------------------------------------
    રામબાણ વાગ્યાં હોય તે જાણે !
    પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
    ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
    રામબાણ વાગ્યાં હોય તે જાણે !
    -----------------------------
    પડદા ઉપર રંગબેરંગી ચિત્રો કેવા ખસતા’તા
    હું ને રામ પડદા પાછળ બેઠા બેઠા હસતા’તા

    તેમા આ લોકગીત ખૂબ જ ભાવવાહી છે

    લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
    ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !


    પ્રજ્ઞાજુ

    ReplyDelete