મારે રુદિયે બે મંજીરા - ભગવતીકુમાર શર્મા
મારે રુદિયે બે મંજીરા,
એક જૂનાગઢનો મહેતો
બીજી મેવાડની મીંરા.
કૃષ્ણ કૃષ્ણના રસબસ છલકે
પડે પરમ પડછંડા
એક મંજીરે ઝળહળ સૂરજ,
બીજે અમિયેલ ચંદા.
શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના
સરસર વહત સમીરા.
હે એક રાસ ચગ્યોને હૈડે હોંશે,
હાથની કીધિ મશાલ.
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિજન તો ગહન - ગંભીરાં
જ્યમ જમુનાનાં નીંરા.
(Image : sureshbjani.wordpress.com)
1 પ્રત્યાઘાતો:
Very good. Especially online audio.
Post a Comment