Friday, 28 May 2010

નમતું દીધું નેણતરાજૂ - રાજેન્દ્ર શુક્લ

કવિ - રાજેન્દ્ર શુક્લ
સ્વર, સંગીત - અમર ભટ્ટ



       નમતું દીઠું નેણ-તરાજૂ,
ઓછું અદકું કોણ કરે અબ થોડું ઝાઝૂં

      સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભું આજૂ બાજૂ

     અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

No comments:

Post a Comment