Wednesday, 5 May 2010

તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી - અવિનાશ વ્યાસ

ફિલ્મ - મોટાં ઘરની વહુ
ગીત, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કિશોર કુમાર






એ... એ...એ...
એ...એ...એ...

ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર વાનગી

એ....એ.... મારા જૂનાગઢના સીતાફળ,એ.. ધોળકાના દાડમ
આવ... આવ...

વાળ તારાં ખંભાતી સૂતરફેણી, ગાલ તારાં સૂરતની ધારી,
રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી.
માવા જેવી માદક જાણૅ મહોબતની મીજબાની.
તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન,
એ શરબતનો પ્યાસો હું રંગીલો જવાન
પીંવું પીંવું પણ પ્યાસ ન બુઝે, હોથોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી

અરે જા રે નફ્ફ્ટ.

તુ વલસાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી,
ભાવનગરનાં ગાંઠીયા જેવી આંગળીયો અનેરી.
મોળો માનવી આરોગે તો..અરે..આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી

કતારગામની પાપડી જેવી આંખો આ અણીયાણી,
જામનગરના ગુલાબજાંબુ જેવી તું રસવાળી.
તુજને ખાવા માટે ના ના ના લેઇ પડતી પરવાનગી.
તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી

હટ.. જાણે તારા બાપનો માલ છે!
નહીતર શું.

જીભ તારી મરચું ગોંડલનું બોલે તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલી ખમ.
તું વડોદરાનો લીલો ચેવડો , ચેવડો ચેવડો.
તું વડોદરાનો લીલો ચેવડો, ખાતાં આવે તાજગી
તુ ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી

અરે.. મારા પોરબંદરની ખાજલી,અરે જા... જા...
અરે મારા ભૂજના પકવાન, હે.. હાય...

No comments:

Post a Comment