Saturday, 19 June 2010

આવું તે કોનું છળ - હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ - હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર - સાધના સરગમ
સંગીત - ગૌરાંગ વ્યાસ


                
                  આવું તે કોનું છળ?
સાચુકલી હોડીમાં બેસું ત્યાં આખેઆખી હોડી થઇ જતી કાગળ!
                  આવું તે કોનું છળ?

સૂરજના રથના સારથી થયા ને ત્યાં જ,
                  બંધ થયાં આભલાનાં દ્વાર;
પીપળાનું પાન એક ખરી પડ્યુંને,
                    લાગે છે સૂરજનો ભાર!

દરિયાને ભૂલીને નદી કેમ દોડતીક આવે છે મારી પાછળ?
                  આવું તે કોનું છળ?

પાણી ખોદીને અમે વાવ્યો'તો સૂરજ
                  ને ઊગ્યાં છે ઘેઘૂર અંધારા !
રાધાનાં આંસુની જેવાં અબોલ
                  મારા હોવાના બેય આ કિનારા !

કોરી આ આંખોની સામે જોઇને રોજ રોજ હસતાં કાં વાદળ?
                  આવું તે કોનું છળ?

No comments:

Post a Comment