Tuesday, 15 June 2010

સરોવર નીકળ્યું : શ્યામ સાધુ

કવિ શ્યામ સાધુને તેમની ૬૯મી જન્મજયંતીની શુભેચ્છા. આ પ્રસંગે માણીયે તેમની આ રચના.



કવિ - શ્યામ સાધુ

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર  નીકળ્યું!

શ્વાસ છે તો શિર ઉપર આકાશ છે,
કેટલું   કૌતુક  મનોહર   નીકળ્યું !

પુત્રહીના   જેવી   દુનિયા એટલે,
આજપણ મીંઠું ઘરોઘર નીકળ્યું !

કલ્પના  વચ્ચે  ન જાણો શું હશે ?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

No comments:

Post a Comment