આપના સૌરભતા ચમનમાંથી સાહિત્યની પરિમલને પહેરી સુગંધસભર એ પુરવાઈ મનઆંગણે આવે છે ત્યારે સુરભિ નીતરતાં એના આંચલથી મન પણ તરબોળ થઈ જાય છે. હવે તો આપ સરીખા બાહોશ બાગબાનના બગીચામાં, મનડાને દરરોજ ફરવા લઈ જવાનો કોલ આપ્યો છે તો એને ભલા નારાજ કેમ કરી શકાય ! આજે એમાં મહોરીને ખીલેલા પુષ્પની પરિમળ પણ અનેરી અને અતલ છે. આજે આપે શ્રી ભગવતીકુમાર શર્માના " અમે વૃક્ષ ચંદનનાં " ભીંજવતા ભજને મનની કંકાવટીને સભરે ભરી છે ત્યારે મન એ આધ્યાત્મિકતાથી બાંધેલાં શીતલ, મંદ અને સુગંધી પવનના હિંડોળે હિંચે છે. આકરાં તપને તપી ચંદનવૃક્ષ એના નિચોડથી ક્યાં ક્યાં બિરાજમાન થાય છે એનું સુંદર વૃત્તાંત એમાં સમાયેલું છે. મન તો કહે છે એનો સાત્વિક અંશ માનવીય અંગુલિને ટેરવે ચડી, બુદ્ધિમતાના ભવ્ય ભાલપ્રદેશના રથે આરૂઢ થાય છે જ્યાં એની ફૂવાર સદાય ઉડતી રહે છે. આભાર. 'ચાંદસૂરજ' નેધરલેન્ડસ.
બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ.
ReplyDeleteસાદર નમસ્તે સાથ સૌને જયશ્રીકૃષ્ણ.
આપના સૌરભતા ચમનમાંથી સાહિત્યની પરિમલને પહેરી સુગંધસભર એ પુરવાઈ મનઆંગણે આવે છે ત્યારે સુરભિ નીતરતાં એના આંચલથી મન પણ તરબોળ થઈ જાય છે. હવે તો આપ સરીખા બાહોશ બાગબાનના બગીચામાં, મનડાને દરરોજ ફરવા લઈ જવાનો કોલ આપ્યો છે તો એને ભલા નારાજ કેમ કરી શકાય ! આજે એમાં મહોરીને ખીલેલા પુષ્પની પરિમળ પણ અનેરી અને અતલ છે. આજે આપે શ્રી ભગવતીકુમાર શર્માના " અમે વૃક્ષ ચંદનનાં " ભીંજવતા ભજને મનની કંકાવટીને સભરે ભરી છે ત્યારે મન એ આધ્યાત્મિકતાથી બાંધેલાં શીતલ, મંદ અને સુગંધી પવનના હિંડોળે હિંચે છે. આકરાં તપને તપી ચંદનવૃક્ષ એના નિચોડથી ક્યાં ક્યાં બિરાજમાન થાય છે એનું સુંદર વૃત્તાંત એમાં સમાયેલું છે. મન તો કહે છે એનો સાત્વિક અંશ માનવીય અંગુલિને ટેરવે ચડી, બુદ્ધિમતાના ભવ્ય ભાલપ્રદેશના રથે આરૂઢ થાય છે જ્યાં એની ફૂવાર સદાય ઉડતી રહે છે. આભાર.
'ચાંદસૂરજ'
નેધરલેન્ડસ.