Tuesday, 27 July 2010

હરિ તારાં છે હજાર નામ! - લોકગીત


હું નાનો હતો ત્યારે અમારા ફળિયામાં પ્રસંગોપાત ભજનો યોજાતાં. તેમાંથી મારું આ પ્રિય ભજન છે.

લોકગીત
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???

હરિ તારાં છે હજાર નામ! કયે નામે લખવી કંકોતરી?
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી?

મથુરામાં મોહન તું, ગોકુળ ગોવાળિયો,
દ્વારિકાનો રાય રણછોડ…..કયે

કોઈ સીતારામ કહે, કહે રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર…..કયે

ભક્તોની રાખી ટેક, રૂપ ધર્યાં તે અનેક,
અંતે તો એકનો એક…..કયે

ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર,
પહોંચે ન પૂરો વિચાર…..કયે

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીંરાનો ગિરિધર ગોપાળ…..કયે

(શબ્દો - લાપાળીયા)

3 comments:

  1. તમારી વેબ ખરેખર સાંભળવાની મજા આવે છે અને ઘણુ ન સાંભળેલું પહેલીવાર પણ સાંભળવા મળે છે.
    ખુબ ખુબ આભાર,
    હિમાન્શુ પટેલ,વાંચો મારા કાવ્યો @
    @http://himanshupatel555.wordpress,com

    ReplyDelete
  2. આભાર.
    સાંભળવાની મજા આવે છે.

    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org

    ReplyDelete
  3. અનુરાધા ના અવાજ માં સૌનું જાણીતું સરસ ભજન...

    http://das.desais.net

    ReplyDelete