Friday, 23 July 2010

હો રાજ રે ! મને કેર કાંટો વાગ્યો - લોકગીત


આપણું આ લોકગીત ગીતા દત્તનાં સુરીલા અવાજમાં ફરીથી માણો.


સ્વર - ગીતા દત્ત






ફિલ્મ - ભ્રષ્ટાચાર મુર્દાબાદ
સ્વર - ઉષા મંગેશકર, મહેન્દ્ર કપુર અને સાથી
ગીત - લોકગીત
સંગીત - અવિનાશ વ્યાસ




હો રાજ રે, વડોદરાથી વૈદડાં તેડાવો, મને લ્હેરક લ્હેરક થાય રે,
લ્હેકારે જીવડો જાય રે, મને કેર કાંટો વાગ્યો.

ગોરાંદે રે, વાટકીમાં હળદર ચંદન ઘોળું, હો તારા અંગે અંગે ચોળું,
એમાં વાહલીયાં નીત ઘોળું, મને અમથો નેડો લાગ્યો.

હો રાજ રે, ચંદનના લેપ છે ખોટા, મને દરદ થ્યાં છે મોટા?,
મને ધબક ધબક થાય રે, ધબકારે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો.

ગોરાંદે રે, ગોરાંદે તમારે આખું આયખું ચપટીમા ઓવારું,
લાગ્યું નજરું હું ઉતારું, તમને નેણ કાંટો વાગ્યો.

ફિલમ - દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા

હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો ,રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો,એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો ,એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.

No comments:

Post a Comment