Friday, 30 July 2010

ના બોલાય રે ના બોલાય - રાજેન્દ્ર શાહ

આજે ક્ષેમુદાદાની વિદાયને એક વર્ષ થઇ ગયું. ગુજરાતી ગીત સંગીતને સંગીતસુધાથી અમર કરનાર ક્ષેમુદાદાની ખોટ તો સહુને સાલવાની જ છે. આજે સાંભળીયે તેમનું સ્વરમઢ્યું આ ગીત.
ગીત - રાજેન્દ્ર શાહ
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ક્ષેમુ દિવેટીયા



ના બોલાય રે ના બોલાય
એક અમી ભરપુર ઉરે, તવ સોમલ કેમ ઘોળાય રે...
ના બોલાય રે ના બોલાય

તારે હાથે પ્રિય મેં જ ધર્યો હતો મ્હેંદીનો એ રંગીન હાથ,
અંગથી અંગ અડાડી ભર્યા નીલકુંજ મહીં ડગ સાત
રંગ સુગંધની સોડ તણી અવ વાદ કેમ ખેલાય રે
ના બોલાય રે ના બોલાય

સહેજ અડી મૃદુ આંગળી ત્યાં રણકે મધુરો ઝણકાર
એજ વીણા તણી તાંત તૂટી બનીયો મૂક રે અવતાર
પાણી મહીં નહિ, આંસુ મહીં નહિ ઠાલવું અંતર આજ
આગની સંગ ઉમંગ ભર્યો લહુ જીવનનો અનુરાગ
પ્રેમપ્રિયા તવ પૂજન ભૂલશો આજમાં કેમ રોળાય રે...

3 comments:

  1. રાજેન્દ્રના શબ્દો,અલ્કા યાજ્ઞિકનો સ્વર અને સ્વ ક્ષેમુભાઇનું અમર સંગીત
    ખૂબ ગમ્યું
    મધુરુ મધુરુ ગીત વારંવાર માણ્યુ.
    પ્રજ્ઞાજુ (તલાશ)

    ReplyDelete
  2. રાજેન્દ્રના શબ્દો,અલ્કા યાજ્ઞિકનો સ્વર અને સ્વ ક્ષેમુભાઇનું અમર સંગીત
    ખૂબ ગમ્યું
    મધુરુ મધુરુ ગીત વારંવાર માણ્યુ.
    પ્રજ્ઞાજુ (તલાશ)

    ReplyDelete
  3. ઉલ્લાસ ઓઝાSaturday, July 31, 2010 3:39:00 pm

    સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયાનુ યોગદાન ગુજરાતી સંગીત જગતમા અણમોલ છે. તેમનુ કર્ણપ્રિય સ્વરાંકન સાંભળવાની મઝા આવી. આભાર.

    ReplyDelete