Monday, 23 August 2010

બ્રહ્મગિરી છે પર્વત સુંદર - શૈવભજન

શ્રાવણમાસના આ સોમવારના દિવસે સાંભળીયે આ શિવભજન.

કવિ - ???/
સ્વર - પ્રીતિ ગજ્જર
સંગીત - ????



ૐ નમઃ શિવાય (૩)

હે ત્રયંબકેશ્વર, ગૌતમી તટ પાવન આ તારું ધામ છે,
ત્રિગુણાત્મક છે,  તેથી હે શિવ,તારું ત્ર્યંબક   નામ છે.

ૐ ત્રયંબકેશ્વર (૨)

બ્રહ્મગિરી છે પર્વત સુંદર, તળેટીમાં છે અહીં શિવ મંદિર,
બોલે   હર   હર    પવન,   ગાજે   બમ   બમ   ગગન
અહીં    કરે      ભક્તો     શિવની      સદા      પ્રાર્થના.

બ્રહ્મગિરિ છે ...........

ગૌતમૠષીએ તપના  બળથી વરુણદેવને રીઝવી લીધાં,
ત્યારે   વરુણે    પ્રસન્ન થઇને સફળ મનોરથ સઘળાં કીધાં,
અખૂટ જળનું  આપીને વર, તળેટીમાં છે અહીં શિવ મંદિર,
બોલે   હર   હર    પવન,    ગાજે    બમ    બમ    ગગન
અહીં     કરે      ભક્તો       શિવની       સદા      પ્રાર્થના.

બ્રહ્મગિરિ છે ...........
ૐ નમઃ શિવાય, હરિ ૐ નમઃ શિવાય

ગૌહત્યાનાં   પાપને  ધોવા ગૌતમે   શિવનું ધ્યાન   ધર્યુ   છે,
ભોળાનાથે    ગંગાજળથી    ગૌતમૠષીનું    પાપ   હર્યું   છે,
પ્રગટ થયાં અહીં શ્રી ત્ર્યંબકેશ્વર,તળેટીમાં છે અહીં શિવ મંદિર,

બોલે   હર   હર    પવન,    ગાજે    બમ    બમ    ગગન
અહીં     કરે      ભક્તો       શિવની       સદા      પ્રાર્થના.

બ્રહ્મગિરિ છે ...........
ૐ નમઃ શિવાય, હરિ ૐ નમઃ શિવાય

1 comment: