Thursday, 5 August 2010

હું તો બદરા જોઇ ડરી - મલ્હાર રાગનું ગીત

છેલ્લા બે દિવસથી અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદનાં મોજિલા વાતાવરણમાં મલ્હાર સાંભળતાં મન ભરાતું જ નથી. થોડા  સમય પહેલા મલ્હાર રાગમાં એક રચના મુકી હતી. આજે ફરી મલ્હાર સાંભળો આશા ભોંસલેના અવાજમાં.

કવિ - ??
સ્વર - આશા ભોંસલે
સંગીત - ???




હું તો બદરા જોઇ ડરી, ડરી
સરસરતું ઘન ગગનમાં છાઇ
અવની નેહ ભરી.

ઊમડ ઘુમડ વાદળ ઘન ગરજે,
ક્યારે ફોરે તાંડવ સર્જે
મનઈ ધડકન રહે ધડકતી.
હું તો બદરા જોઇ ડરી, ડરી

1 comment:

  1. સરસ મલ્લહાર..આશા ભોંસલેનો અવાજ નથી લાગતો..જોકે મેતો પ્રથમ વાર જ સાંભળ્યુ ગીત..
    સપના

    ReplyDelete