Saturday, 28 August 2010

મા મને કોઇ દી' સાંભરે નંઇ - ઝવેરચંદ મેઘાણી

આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. તેઓ એક એવાં બાળકની વાત કરે છે જેણે જન્મતાની સાથે જ પોતાની માતાને ગુમાવી દિધી છે. માતાનો ચહેરો પણ તેને યાદ નથી. આ કરૂણા સભર ગીત સાંભળીયે.

કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ



સ્વર - મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)


મા મને કોઇ દી' સાંભરે નંઇ,
એ કેવી  હશે  ને  કેવી   નંઇ,
મા મને કોઇ દી' સાંભરે નંઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં   ગણગણ   થાય,
હુ  તુ    તુ   તુ ની    હડિયાપાટીમાં    માનો    શબદ     સંભળાય,
મા  મને  હીંચકોરતી વઇ ગઇ કે હાલાનાં સૂર થોડા વેરતી ગઇ.

શ્રાવણની     કોઇક    કોઇક   વે'લી  સવારમાં સાંભરી આવે મા,
પારિજાતકની મીઠી સુગંધ   લઇ    વાડીએથી    આવતો    વા.
દેવને પૂજતી ફૂલ  લઇ લઇ મા એની મહેંક મહેંક  મે'લતી ગઇ.

સુવાને    ઓરડે    ખુણે    બેસીને    કદી    આભમાં   મીટ  માંડૂં
માની    આંખો   જ   જાણે    જોઇ    રહી છે એમ મન થાય ગાંડું,
તગતગ તાકતી ખોળલે  લઇ ગગનમાં જ એ દ્ગગ ચોડતી ગઇ.
(Special Thanks - Jhaverchandmeghani.com)

2 comments:

  1. કરૂણા સભર ગીત.

    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org

    ReplyDelete
  2. તેમની જીવનઝાંખી

    http://sureshbjani.wordpress.com/2006/06/03/zaverchand_meghani/

    ReplyDelete