Friday, 27 August 2010

મહોબ્બતથી મહેંક્યા આ ગુલશન - તુષાર શુક્લ


તુષાર  શુક્લનું આ ગીત માણીયે. આ ગીત સાંભળીને 'કભિ કભિ'નું 'મેં હરેક પલકા શાયર હું' યાદ આવ્યા વગર ના રહે.

કવિ - તુષાર શુક્લ
સંગીત - નયનેશ જાની
સ્વર - સંજય ઓઝા, દર્શના ગાંધી



મહોબ્બતથી મહેંક્યા આ ગુલશન, આ ગુલશન સલામત રહે.
સૂર   શબ્દ   તણી   આજની  આ, આ   મહેફિલ  સલામત રહે.
રહે  ચાંદ  ઝીલમિલ સિતારા રહે,લહેર સંગ એના કિનારા રહે.
તમારા  રહે    ને  અમારા  રહે, ગીત   હોઠો  પર   પ્યારા   રહે.

આ  ગઝલોનું  યૌવન, આ ગીતોનું ઉપવન,
સદાય   સભર    કરતું     રહેવાનું     જીવન,
આ   સૂરતાલ   સરગમ   રહે ગુંજી   હરદમ,
આ  રોશન   શમા  જલતી રહેવાની મધ્યમ

તમારી પાસે આ ઘાયલ જિગરને, જિગરની જમાનત રહે.

સમયફૂલ પર સહી કરી દઇ સમયસર,
વહીં  જાશું   જાણે કે ઝાકળની ઝરમર
અમે  તો  જશું  ને   નવા  આવશે પણ,
ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણાં પણ

યાદ જગને અમારી સૂરીલી સૂરીલી, સૂરીલી બગાવત રહે.

No comments:

Post a Comment