Thursday, 12 August 2010

નહિ રે ભુંલું - યૉસેફ મૅકવાન

કવિ - યૉસેફ મેકવાન
સ્વર - પરાગી અમર, પાર્થિવ ગોહિલ
સંગીત -  ગૌરાંગ વ્યાસ



સ્વર - ઉર્મિશ - વૈશાલી મહેતા
સંગીત - ગૌરાગ વ્યાસ



નહિ રે ભુંલું હું નહિ રે ભુલું,
એ આપણો સથવારો જો જે ના ભૂલે
ના.. ના... નહિ રે ભુંલું હું નહિ રે ભુલું,
એ આપણો સથવારો જો જે ના ભૂલે

ભીનાં ભીનાં સમીરમાં મન મારું પલળેલું
ૠજુ મારા હાથ મહીં નામ તારું ચીતરેલું,
મારા અધરે મુકેલો તે શ્વાસનો પલકારો
એ આપણો સથવારો જો જે ના ભૂલે
ના.. ના... નહિ રે ભુંલું હું નહિ રે ભુલું,

તારી એ હથેળી મહીં મારી છબી જોઇ'તી,
મારા બાહુબંધ મહીં મલકમાં તું રોઇ'તી,
મારા હ્રદયે સૂણેલો એ તારો  થડકારો,
એ આપણો સથવારો જો જો ના ભૂલે
ના.. ના... નહિ રે ભુંલું હું નહિ રે ભુલું,

એ અજાણ રાત મહીં વાતનાં પરોવ્યાં ફૂલો,
પ્રિયા તારો સાથ હતો સુખ ભર્યો ઝૂલો,
ઝુલશે સમયની ડાળે આ પ્રીતનો આ માળો,
એ આપણો સથવારો જો જો ના ભૂલે
ના.. ના... નહિ રે ભુંલું હું નહિ રે ભુલું,

No comments:

Post a Comment