Friday, 20 August 2010

નર્મદા શું ગાવું શોભા સાંજની - નર્મદ

(Photo - Indiamike)
કાલે જ સમાચાર સાંભળ્યા કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદાનું સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલ્યું છે.  ઉપરવાસમા થયેલા સારા વરસાદને કારણે બંધ ઓવરફ્લૉ થવાની શક્યતા છે. જોવાનું નસીબ તો ખબર નહિ ક્યારે મળશે. પણ આજે નર્મદામાતાનાં વધામણા લઇએ કવિ નર્મદનાં આ નર્મદાકાવ્યથી.

કવિ - નર્મદ
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ


નર્મદા શું ગાવું શોભા સાંજની (૨)
હા રે પવનવાળી વાદળરંગના શા સુસાજની.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે પાણી જોરમાં ઉછાળા નો'તુ મારતું, (૨)
હા રે પહોળાં પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તું.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે વીરી ખળખળી ધીમે ચડીને આવતી (૨)
હા રે તે તો હોડીમાંથી જોઇ સુણી ભાવથી.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે પાકા રંગનાં ભૂરાં તે સામે ડુંગરા,
હા રે ગળી રંગના ટોચે તો ભૂરાં વાદળાં.
નર્મદા શું ગાવું શોભા સાંજની (૩)

હા રે પવન સામટો પડી ગયો પછી ખરે,
હા રે લીલા બ્રહ્મની જોઇશી આંખો ઠરે.
નર્મદા શું ગાવું શોભા સાંજની (૩)

No comments:

Post a Comment