Monday, 30 August 2010

પાંપણ પાછળ નેણ છુપાવ્યાં - નિરંજના ભાર્ગવ



કવિ  -  નિરંજના ભાર્ગવ
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત - ???



પાંપણ પાછળ નેણ છુપાયાં, પાલવ પાછળ હૈયું,
પણ મારી પાની, કહ્યું ના માની, છુપે ના છુપાણી
કરે મનમાની....

સાસરીની સાંકડી શેરીમાં વાગે કદી ના સંગીત,
જા'તાંને આવતા ઝાંઝરને તાલે પાની ગાતી રહે ગીત,
નહિ એ મૂંઝાણી, રહી અણજાણી, સદાકાળ પાની,
કરે મનમાની....

છમછમછમછમ....

મૈયરથી મુને મળવા આવ્યો એ મારો કોઇ મન મિત
પિયરથી તારા વાવડ લાવ્યો, તું શું ભૂલી ગઇ પ્રીત
લાવ્યો છું એક ઝાંઝરજોડી, સુણાવ તું કોઇ ગીત,
સુણી હું લજાણી, પણ મારી પાની,નહિ લજવાણી,
એના ઝાંઝરની વાણી

નાચે મારી પાની, થઇને મસ્તાની, એ રોકે ના રોકાણી,
હું લાખ રીસાણી,
એવી મારી પાની કહ્યું નહિ માની, છૂપે ના છૂપાણી
કરે મનમાની...

No comments:

Post a Comment