Wednesday, 12 September 2012

ખરાં છો તમે - કૈલાસ પંડિત

કૈલાસ પંડિતની આ ગઝલ મનહર ઉધાસના અવાજમાં ફરીથી.

સ્વર - મનહર ઉધાસ




કવિ - કૈલાસ પંડિત
સ્વર - પ્રહર વોરા
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય






ઘડીમાં રીસાવું, ખરાં છો તમે!
ફરીથી મનાવું, ખરાં છો તમે!

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે!

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે!

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ,
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે!


(શબ્દો - કવિતા)

1 comment:

  1. MP3 DOWNLOAD THASHE.
    AAMA DOWNLOAD MATE KAI OPTIO NATHI.
    AA GAZAL MP3 DOWNLOAD KARVA NI LINK HOY TO JANAVSHO.

    ReplyDelete