Thursday, 23 September 2010

વા વાયોને સાળુડાંની કોર સરી ગઇ - અવિનાશ વ્યાસ

મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના તોફાની સ્વરમાં આ શૃંગારરસથી ભરપુર ગીત છે. સાંભળીને તમે પણ તોફાનમાંમસ્ત થઇ જશો એની ખાતરી છે.

કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ફિલ્મ - ચિત્તડાનો ચોર



વાયો વાયરોને સાળુડાંની કોર સરી ગઇ,
નથી વાદળને વીજળી આ ક્યાંથી થઇ,
નહિ વરસે મેહુલીયો તોયે ભીની ભીની થઇ,
મને લજવો ના લજવો ના લજવો નઇ.

ઓ... પરસેવે ભીંજાણી મારી ચુંદડીને ચોળી,
છોડો મુને રસિયા તમે, નાર હું તો ભોળી,
મને પજવો ના મારાં વાલમાં, મને મીઠું મીઠું કહી,
મને લજવો ના લજવો ના લજવો નઇ.
વાયો વાયરોને સાળુડાંની કોર સરી ગઇ,

ઓ ઘટાઘનધોરને ૠતુ  ભીનીભીની
રુપડું દેખાય એવી ચુંદડી ઝીણીઝીણી
ટહુકી ટહુકી નાચે મનમોરલો થૈ થૈ થઇ,
નથી વાદળને વીજળી આ ક્યાંથી થઇ,
મને લજવો ના લજવો ના લજવો નઇ.

2 comments:

  1. ઉલ્લાસ ઓઝાThursday, September 23, 2010 12:07:00 pm

    તોફાની વરસાદી ગીત સાંભળવાની મઝા આવી ગઈ.

    ReplyDelete