Friday, 17 September 2010

છમ છમ પાયલ

આજના ગીતના શબ્દો ઓળખવા એ મારા માટે એક પડકાર હતો. કારણકે ગીતા દત્તનાં સ્વરે ગવાયેલાં આ ગીતનું રેર્કોર્ડીંગ લગભગ ૫૦વર્ષ જૂનું છે. આથી શબ્દો ઓળખવામાં તકલીફ પડે છે. હા પણ ગીત મધુરું છે. આ ગીત સાંભળીને 'છાનું રે છપનું કંઇ થાય નઇ' ગીત પણ યાદ જરૂર કરજો.

ફિલ્મ - નાગદેવતા
ગીત - ???
સ્વર - ગીતા દત્ત-રોય
સંગીત - ???




છમ છમ પાયલ ધીરે ધીરે કર છમ,
લઇ સ્વર્ગથી સપનું મારો સૂતો છે દિલ છમ છમ
હો એક આંખ આનંદે નાચે બીજી આંખમાં તમ તમ

તુ તો છમકીને રહી પાયલ,
મારું હૈયું થયું ઘાયલ
હો ધીરે ધીરે બાજો
ને ધીરે ધીરે ગાજો સમીરની સરગમ

ઝુમે નો ઝારો થઇને મારો લાડકવાયો બાળ
નાગદેવતાનું છત્તર માથે, રામજી રખવાળ
વિધાતાએ બીછાવ્યાં કંટક કદમ કદમ

2 comments:

  1. khub j sundar bhale 50 yr junu hoy pan aaje pan karnapriya.

    thanks

    ReplyDelete
  2. ખૂબજ સારી રચના મૂકી છે. થોડા શબ્દોમાં ફેરફાર છે., જેમકે
    પાયલ ધીરે ધીરે કર છમ
    લઈ સ્વર્ગથી સપનું મારો સૂતો છે દિલ છમ છમ
    તૂ તો છમકીને રહી પાયલ,
    મારું હૈયું થયું રે ઘાયલ
    ધીરે ધીરે વાજો
    ને ધીરે ધીરે ગાજો સમીરની સરગમ
    પાયલ ધીરે ધીરે કર છમ
    ઝૂમે નો ઝારો થઈને મારો લાડકવાયો બાળ
    નાગદેવતાનું છત્તર માથે, રામજી રખવાલ
    વિધાતાએ બિછાવ્યાં કંટક કદમ કદમ
    પાયલ ધીરે ધીરે કર છમ

    ReplyDelete