Wednesday, 1 September 2010

ઓઢણી ઓઢું ઓઢુંને - પ્રણયગીત

મેરૂમાલણ ફિલ્મનું આ ગીત દરેક યુવાનીયાનું મનપસંદ હશે. આ ગીતને જેટલી પ્રસિદ્ધી મળી છે તેટલી ભાગ્યે જ બીજા કોઇ ગુજરાતી ગીતને મળી હશે. હાલમાં તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ધારાવાહિક દ્વારા આ ગીત દેશના ઘર ઘરમાં ગુંજતું હશે. તમે પણ માણો આ શૃંગારપ્રચુર રચના.


ફિલ્મ - મેરૂ-માલણ
સ્વર - પ્રફુલ્લ દવે,અલ્કા યાજ્ઞિક
સંગીત - ????



ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય 
ના ના રે રહેવાય,ના ના રે કહેવાય, 
ના કોઇને કહેવાય, હાય હાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય 

ના ના રે રહેવાય,ના ના રે કહેવાય, 
ના કોઇને કહેવાય, હાય હય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય 
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
મારા હૈયાંમાં કંઇ કંઇ થાય.

ઓ ઓ રે ઓ ઓ રે, મેઘ વરસે ને ભીંજે ચીર 
હાય હાય હાય હાય, વાગે તીર, વાગે તીર 

ઓ ઓ રે ઓ ઓ રે, તારું ચંદન સરીખું શરીર 
હોય હોય હોય હોય, નીતરે ચીર ને નીતરે નીર 

રૂપ દૂરથી જોવાય, ના ના રે અડકાય 
એતો અડતાં કરમાય હાય હાય હાય

ઓ ઓ રે ઓ ઓ રે, મારે નેણ લજ્જા લહેરે છે , લહેરે છે
ઓ ઓ રે ઓ ઓ રે, તારા રૂપની ભીનાશ તને ઘેરે છે 

હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય 
મન મળવાનું થાય હાય હાય હાય

હાય રે હાય રે, ઓલી વીજળી કરે ચમકાર 
હાય હાય હાય હાય, વારંવાર, વારંવાર 

ઓ ઓ રે ઓ ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે છે તાર 
હોયે હોયે હોયે હોયે, નમણી નાર, નમણી નાર

મારું મનડું મુંઝાય, એવી લાગી રે લ્હાય ના ના રે બુઝાય 

(Lyrics - Jignesh Patel)

No comments:

Post a Comment