Wednesday, 15 September 2010

રામદેવપીરનો હેલો - દલુ વાણિયા

આજે રામદેવપીરની નવરાત્રીનો આઠમો દિવસ છે. હિન્દુ-મુસ્લીમ બન્નેમાં સરખો આદર ધરાવતાં આ હિન્દુપીર રામદેવજી વિશે વધું અહીં વાંચવા મળશે.

આજે સાંભળીયે દલુ વાણીયાએ રચેલો રામદેવપીરનો હેલો

કવિ - દલુ વાણિયા
સ્વર - મુસા પૈક
સંગીત - ???



સ્વર - મન્ના ડે
સંગીત - ????


હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં છે ઝોક,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
આંખે કરું આંધળોને દિલે કાઢું કોઢ
દુનિયા જાણે પીર રામદેવનો ચોર
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

1 comment:

  1. ઉલ્લાસ ઓઝાWednesday, September 15, 2010 4:27:00 pm

    હેલો રે હેલો. . . . સાંભળો ઍટલી વાર મઝા આવી જાય.

    ReplyDelete