Thursday, 30 September 2010

ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં

સોમનાથપાટણની પાસેનો ચોરવાડ પ્રદેશ એટલે લીલી નાઘેર. નાગરવેલ અને નારીયેળીના આ પ્રદેશનું નામ નાઘેર પડવા પાછળ વિવિધ મત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે આ પ્રદેશમાં એક વાર શંકર ભગવાને ક્રોધિત થઇ નગ્ન તાંડવ કર્યું હતું. આ 'નગ્ન હર' શબ્દ નાઘેર બન્યો હોય. અને લીલી નાઘેર શબ્દ અહીનિ હરિયાળીને સૂચવે છે. તો બીજા મત મુજબ અહીં નારિયેળી વધુ થાય છે. એટલે પણ આ પ્રદેશ લીલી નાઘેર નામ પડ્યું છે એમ મનાય છે.

એ જે હોય તે, આપણે તો આ લીલી નાઘેર પ્રદેશ જેવું જ સુંદર ગીત સાંભળીયે.


લોકગીત
સ્વર - દિવાળીબેન ભીલ
સંગીત - નાનજીભાઇ મિસ્ત્રી


ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં,
હે.. લીલી નાઘેરમાં અને ઘેલી ગુજરાતમાં.

ઉતર ઓરડાં લીલી નાઘેરમાં
હે .. તમે હેઠું મેલીના મોલ જે જી રે
ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં,

નાવણ કૂંડિયા લીલી નાઘેરમાં,
હે તમને એકજું ... ...?????
ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં,

ભોજન લાડવાં લીલી નાઘેરમાં,
હે... તમે હેઠો જૉ દૂધરે હો જી,
ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં,

પોઢણ ઢોલીયા લીલી નાઘેરમાં,
હે... તમને બેસુ હીંડૉળા ઘાટ હોજી
ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં,
હે.. લીલી નાઘેરમાં અને ઘેલી ગુજરાતમાં.

No comments:

Post a Comment