Monday, 4 October 2010

બાઇ રે.. અજ મુને કોકે - મુકેશ જોશી

કવિ - મુકેશ જોશી
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - ગૌરાંગ વ્યાસ




બાઇ રે આજ મુને કોકે લીંબોળી મારી
હું તો છટકીને ભાગવા ગઇ,
તો નજર્યુની વાડ અડી કાળી.

લીંબોળિ વાગીને આખુયે અંગ કાંયે,
એવું દુઃખે, કાંય દુઃખે.
લીંબોળી મારીને ભાગી જનારનું,
નામ નથી લેવાતું મુખે.
હું તો બારણા ભીડેલા રાખુંને
ઊઘડી જતી રે કેમ બારી!!

હવે આંખોથી ટપકે ઊજાગરાને
નીંદર તો શમણાની વાટે
છાતીના ધબકારા જીતી ગયું કોઇ
નાનકડી લીંબોળી સાટે.
હું તો આખાયે ગામને જીતી
ને લીંબોળિ સામે ગઇ હારી.

લીંબોળિમાં તો બાઇ કેટલાય લીમડાને
લીમડાને કેટલીયે ડાળી.
ડાળી પર કોયલને કોયલના ટહુકારે
ટહુકામાં વેદના નખરાળી
અરરર બાઇ રે કેવી નમાયી
હું તો ટહુકે અનાયી પરવારી

No comments:

Post a Comment