Monday, 18 October 2010

હજુ રસભર રાત તો બાકી રહી ગઇ - અવિનાશ વ્યાસ


કાલે હજી નવરાત્રી પૂરી થઇ. પણ હજી જાણે સંતોષ નથી થયો.  જાણે તે આનંદની રાત્રી બાકી જ રહી જવા પામી. માણીયે વિભા દેસાઇ અને હર્ષિદા રાવળના સ્વરમાં ગવાયેલું આ અદભૂત ગીત. આ ગીત સાંભળીને વારંવાર સાંભળવાનું મન ના થાય તો મને કહેજો.



કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - વિભા દેસાઇ, હર્ષિદા રાવળ


હજુ રસભર રાત તો બાકી રહી ગઇ,
ના જા, ના જા,સાજના....

હજુ ચંદ્ર નથી બુઝાઇ ગયો,
છે તારાઓની છાંય,
હજુ રજની નાં શ્યામલ પગલાં,
થોડું દુર રહ્યુ પ્રભાત,

જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા,સાજના....

હજી ચંદનભીની ગુંજન છે,
હજુ સૂર ગુજે સૂનકાર,
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું,
તિમિર ને પગથાર

હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા,સાજના....

No comments:

Post a Comment