Tuesday, 12 October 2010

કરું કોટિ કોટિ પ્રણામ માડી તારા ચરણોમાં

લોકભજન
સ્વર - ???
સંગીત - ????



કરું કોટિ કોટિ પ્રણામ માડી તારા ચરણોમાં,
મારે અડસઠ તિરથ ધામ, માડી તારા  ચરણોમાં.

સોનલ વર્ણો સૂરજ ઉગ્યો, ઘેર પધાર્યા માત,
પૂર્વ જનમનાં પુણ્ય જ ફળ્યા, પ્રગટ્યું પુણ્યપ્રભાત

કુમકુમ અક્ષત ફૂલ સુગંધિત, શગ મોતિના થાળ
આજ વધાવું માત બહુચરા, થાય સફળ અવતાર

અમી ભરી નજરે માત નિહાળો, એકજ છે મુજ આસ,
બાળક કર જોડીને ઉભા, જનમ જનમનો દાસ.

1 comment:

  1. કૃતેશભાઈ,

    સરસ્ રચના મૂકેલ છે !

    આભાર !

    http://das.desais.net

    ReplyDelete