Thursday, 7 October 2010

મને કોણ આ સ્પર્શી ગયું - ચિરાગ ત્રિપાઠી

અમદાવાદ, વડોદરા, મુંબઇની નવી પેઢીનાં ગુજરાતીઓની વાતચીતમાં અંગ્રજી શબ્દો સાહજીક રીતે વણાઇ ગયાં છે. આવા ગુજલિશ ભાષામાં લખાયેલું આ સુમધુર ગીત માણીયે

કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - શાન
સંગીત - નિશિથ મહેતા





મને કોણ આ સ્પર્શી ગયું?, મારા શ્વાસમાં મહેંકી ગયું?,
ને કોણ રોમરોમમાં આવી વસી ગયું, ?
કોઇ પૂછે મને ભલાં બોલોને હું શું કહું?
આ હા હા હા મને આ શું થયું?
ઇસ ઇટ લવ?, કે શું આપ્રેમ છે?,
અરે હા યહી તો પ્યાર હે,ધીસ ઇસ લવ,
કે હા આ પ્રેમ છે.

દિલમાં ઊઠ્યા છે સ્પંદનો, ગાઇ રહી છે ધડકનો
ને લાગણીઓ સાદ ઝીલે એક નવાં સંબંધનો,
વાતાવરણે છે એ જ તોય લાગતું નવું નવું
ઇસ ઇટ લવ? કે શું આપ્રેમ છે?
અરે હા યહી તો પ્યાર હે, ધીસ ઇસ લવ,
કે હા આ પ્રેમ છે.

ના હોય પણ દેખાય તું, હર વાતમાં સંભાળાય તું
હું ભળું તારા મહીં, મારામાં ભળતી જાય તું
જાગી રહેલ આંખમાં હો દ્રશ્ય સપનું થઇ ગયું
આ હા હા હા મને આ શું થયું?
ઇસ ઇટ લવ? કે શું આપ્રેમ છે?
અરે હા યહી તો પ્યાર હે, ધીસ ઇસ લવ,
કે હા આ પ્રેમ છે.

કોઇ વાત ના ખુટે કદિ, આ સાથ નાછૂટે કદિ,
શ્વાસ ખુટતા હો ભલે, આ હાથ ના છૂટે કદિ,
સંગાથ એવો માણવાને આજ મન ઝંખી રહ્યું
આ હા હા હા મને આ શું થયું?
ઇસ ઇટ લવ?, કે શું આપ્રેમ છે?,
અરે હા યહી તો પ્યાર હે, ધીસ ઇસ લવ,
કે હા આ પ્રેમ છે.

No comments:

Post a Comment