Wednesday, 13 October 2010

રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી - વલ્લભ ભટ્ટ



કવિ - વલ્લભ ભટ્ટ
સ્વર - દિપાલી સોમૈયા






રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.
હે.... મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી.

મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી.

મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબા આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી.

મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી.
મા દુષ્ટોને મારવા ચાલી રે, રંગમાં રંગતાળી.

મા સોના ગરબા વાળી રે, રંગમાં રંગતાળી.
માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી.
મા એ રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી.
મા એ શીર પર ગરબો લીધો રે, રંગમાં રંગતાળી.

માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી.
ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી.

(શબ્દો - ગુજરાતી નાટક)

No comments:

Post a Comment