Thursday, 18 November 2010

આજનો ચાંદલીયો મુને - અવિનાશ વ્યાસ

ફિલ્મ - લોહીની સગાઇ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર
સંગીત - અવિનાશ વ્યાસ






આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજો વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથતમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

(Lyrics - Ishmeet's Blog)

3 comments:

  1. ઉલ્લાસ ઑઝાThursday, November 18, 2010 11:19:00 am

    અવિનાશભાઈનુ સુંદર ગીત લતાજીના અવાજમાં સાંભળવાની મઝા આવી ગઈ.

    ReplyDelete
  2. Aaj aa geet sambhalva ni khub maza avi gai. Khovai javayu.Thank you....very very much.....
    Arpana Maheshwari

    ReplyDelete