Tuesday, 16 November 2010

કોકવાર આવતા ને જાતા - મહેશ શાહ

કવિ - મહેશ શાહ
સ્વર - સોલી કાપડિયા
સંગીત - અવિનાશ વ્યાસ






કોકવાર આવતા ને જાતા મળો છો એમ,મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

(શબ્દો - શબ્દ સાગરને કિનારે)

1 comment:

  1. સુંદર રચના!

    P Shah
    www.aasvad.wordpress.com

    ReplyDelete