Sunday, 21 November 2010

સાજણ મારી પ્રીતડી સદીઓ પુરાણી

'જિગર અને અમી'નું આ ગીત રેડીયો પર ઘણી વાર સાંભળ્યું હતું. પણ ગીતની ઓડિયો ફાઇલ મળતી ન હતી. પણ આખરે સારેગામા પરથી આ ગીત મળી ગયું. આ ગીત સુમન કલ્યાણપુરી અને મુકેશ એમ બન્નેના સ્વરમાં સ્વરબદ્ધ થયું છે. આજે ખાલી મુકેશના સ્વરની મજા માણો.

ફિલ્મ - જિગર અને અમી
સ્વર - મુકેશ





સાજણ મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાયે, પ્રણય કહાણી.

જન્મોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણે પથારી
જલતા હ્રદયની તેં તો વેદના ના જાણી

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો
મળશે જિગરને અમીનો મીઠો સહારો
ઝંખતા જીવોની લગન નથી રે અજાણી

No comments:

Post a Comment