Wednesday, 3 November 2010

સખી મારા સલુણાના સમ - વેણીભાઇ પુરોહિત

કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - કૌમુદિ મુનશી
સંગીત- નવીન શાહ



સલુણાનાં સમ
સખી મારા સલુણાનાં સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ

હૈયાની કૂંજે મુને ડોલાવી દિધી
પછી બોલ્યો કે જા હવે જા,
બગીચામાં રમ.

કરતો મુજને અછ્છો અછ્છો
અછ્છો અછ્છો વાના,
પછી કહેતો કહેતો કે કહેતો કે કહેતો કે
ધબકારા કેવા ધમાધમ

વ્હાલો ટગર ટગર ટગર
ટગર જોઇ રહેતો,
પછી બોલે કે બોલે કે
આવ આવ આવ આવ
આવ આણીગમ આવ આણીગમ

બાવડાથી બાંધી લઇ લુચ્ચાએ કીધું કે
જા હવે જા જા જા જા હવે
ગોકુળની ગલીઓમાં ભમ

No comments:

Post a Comment