Tuesday, 23 November 2010

ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો - જલન માતરી

કવિ - જલન માતરી
સ્વર,સંગીત - આસિત દેસાઇ



ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો,
ખૂબ પીવાની આવી મજા પી ગયો

ઝૂમતાં ઝૂમતાં એણે આપી સૂરા,
ઝૂમતા ઝૂમતાં ઝૂમતાં પી ગયો.

એમાં તારું શું બગડી ગયું હો ખુદા,
મારા ઘર છે જો થોડી સૂરા પી ગયો

એક પણ પાંદડું હાલતુંય નથી,
કોઇ લાગે છે તરસ્યો હવા પી ગયો.

એટલે ઝગમગે છે આ જીવન 'જલન'
જે મળી હોઇ એ વ્યથા પી ગયો.

No comments:

Post a Comment