Friday, 7 December 2012

રમતા જોગી ચાલો ગેબને ગામ - વેણીભાઇ પુરોહિત

image
ફિલ્મ - જયશ્રી યમુના મહારાણી
કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર, સંગીત - દિલીપ ધોળકીયા





સ્વર - ???



રમતા જોગી ચલો, સમય હો જૂનો સથવારો ભલો
રમતા જોગી ચલો, ચલોજી ચલો ગેબને ગામ
સમય છે પોતે પ્રશ્નવિરામ,
સમયનું ક્યાં છે પુર્ણવિરામ.

સુખ ને દુઃખનું સંગમ તિરથ
જીવન એનું નામ
આવન-જાવન ગહન અનાદિ,
કરવું પડે શું કામ,
તું પોતે છે પરમ પ્રવાસી,
તુ જ પરમનું ધામ.

તપને લેખો તો તપ છે જીવન
નહીંતર તીખો તાપ,
કસોટીયોને પાર કરે તે સુખીયો આપોઆપ,
પોતાનું સુખ શોધીને કર પોતાને જ પ્રણામ

No comments:

Post a Comment