Sunday, 22 May 2011

દુનિયાથી બગાવત કરવી છે- કૈલાસ પંડિત

કવિ - કૈલાસ પંડિત
સ્વર - આસિત દેસાઇ
સંગીત - તલત અઝીઝ




દુનિયાથી બગાવત કરવી છે,સબ લોકોથી ઝગડાં લેવા છે,
એક જામની ઇજ્જત સાચવવા,કંઇ જામને ફોડી દેવા છે.

હું મારી મહોબતની મિલકત પામ્યો છું વફાના બદલામા
મોકા દે નયનના મોતીને ગીતોમાં પરોવી દેવા છે.

તોબાનો નથી ઇન્કાર મને, ધારું તો બધુ હું છોડી દઉં,
મોંઘા છે અનુભવ કિન્તુ, એ લેવાય તો લેવા જેવા છે.

જીવનની તમન્ના શું રાખું કૈલાસ હવે આ દુનિયામાં,
સરયુને સરોવર પણ અહીંના મૃગજળને ભુલાવે તેવા છે.

No comments:

Post a Comment