Wednesday, 1 June 2011

આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં - લગ્નગીત

Image
પુરુષની આંખોમાં આંસુ સારા ન લાગે. પણ એક પ્રસંગ એવો છે જેમાં પુરુષની આંખો આંસુથી શોભી ઉઠે છે. તે પ્રસંગ છે, કન્યાવિદાયનો. આવું જ એક કન્યાવિદાયનું ગીત સાંભળીયે.


સ્વર - જીગીશા રામંભીયા
સંગીત - ભગવતીપ્રસાદ ભટ્ટ


આકાશે દીધાંને ધરતી માએ ઝીલ્યાં,
મા-બાપે ઉછેર્યા વરને સોંપવા.

બેનનાં દાદાને રૂપાનો છે આંગણ,
સોનાનો છે કુંજો બેનનું પિયરયું

બેનનાં દાદાને સોનાનું છે આંગણ,
રૂપાનો છે કુંજો બેનનું પિયરયું

બેનના દાદાએ રતન કરીને રાખી
જતન કરીને જાળવી વરને સોંપવા.

રસ્તે જાતાં સામી મળે વાટકડી
મોટાં ઘરની દીકરી ચાલી સાસરિયે

તળાવની પાળે માને દીકરી રડ્યાં
ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યાં, સરોવર છલકી ગયાં.

No comments:

Post a Comment