Tuesday, 21 June 2011

અનાદિ મથામણ છે - મકરંદ દવે

કવિ - મકરંદ દવે
સ્વર,સંગીત - અમર ભટ્ટ





અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું આંધણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે.
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફફડશે સુણીને
કંઇ એવું કારણ છે મારી ગઝલમાં.

No comments:

Post a Comment