Tuesday, 14 June 2011

લટકાળો રે લટકંતો રે આવે - નિષ્કુળાનંદ સ્વામી

Image
કૄષ્ણકાનુડાના નખરા વિશે વાતો કરવા બેસીએ તો કદાચ સમગ્ર વિશ્વનું સર્વર ઓછું પડે. આ નખરાઓને કવિએ ખુબ જ સરસ રીતે ફક્ત પાંચ જ પંક્તિમાં વણી લીધા છે. અત્યંત સુંદર રચના માણીયે.

સ્વર - આનંદ કુમાર સી.



લટકાળો રે લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે.

સખાને સંગે અતિ ઉછરંગે, ગીત મધુરાં ગાતો રે.
કેસરીયે વાઘે કસુંબલ પાઘે, કેસર રંગમાં રાતો રે.

ફુલડાંનાં તોરા ગજરા ને ટોપી, ફુલડાંનાં હારે ફુલાતો રે,
નિષ્કુળાનંદનો સ્વામી શામળીયો, આવે અમીરસ પાતો રે.

No comments:

Post a Comment