Wednesday, 29 June 2011

મારું આટલું કહ્યું તો તમે માનો - અનિલ જોશી

એક સરસ ગઝલ આપની સમક્ષ રજૂ કરું છું. ખબર નહીં કેમ આટલી સરસ ગઝલ રજૂ કરવામાં હું મોડો કેમ પડ્યો. પણ હવે વધારે મોડું નથી કરવું.

કવિ - અનિલ જોશી
સ્વર - દિવ્યાંગ અંજારિયા
સંગીત - ગૌરાંગ વ્યાસ



મારું   આટલું    કહ્યું    તો   તમે   માનો,
કે આપણે દરિયાનું વાહન એક માછલી.

આ તો ઝંખના વિનાના ખાલી, શબ્દોના લાલચું
એને આંગણીયે ના રે ફરીયે,
જેવું દેખાય એને હેતભરી આંખથી,
ભીતરની ભોંયમાં ભરીયે,
કેમ કરીને જો વિસરી શકાય તો,
વિસરવા લાયક પણ પાછલી

આપણી તે આસપાસ વર્તુળ દોરીને સખી,
કરીયે ના અનહદની વાત
આંખ સમી પ્રીતને પાંગરવા દઇએ તો
રેઢી જરાય નથી જાત
અમને તો સોંસરવું ભીતર દેખાય,
ભલે તૂટતી ના શ્રીફળની કાચલી.

No comments:

Post a Comment