Saturday, 18 June 2011

મુખડાની માયા લાગી રે - મીરાંબાઇ


કવિ - મીરાંબાઇ
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - આસિત દેસાઇ


મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન પ્યારા.

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને ઘેરે શીદ જઇએ રે, મોહન પ્યારા.

પરણું હું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રંડાવાનો ભય ટાળ્યો રે, મોહન પ્યારા.

મીરાંબાઇ બલિહારી, આશા મને એક તારી,
હવે હું તો બદભાગી રે, મોહન પ્યારા.

(શબ્દો - પ્રાર્થનાઓ)

No comments:

Post a Comment