Sunday, 12 June 2011

નાની મારી આંખ - બાળગીત

બાળગીતોની સફરમાં વધુ એક નજરાણું.



નાની મારી આંખ એ જોતી કાંખ કાંખ
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તો કેવી અજબ જેવી વાત છે…

આંગળી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે…

પગ મારા નાના એ ચાલે છાનામાના
એ તો કેવી અજબ જેવી વાત છે…

એ તો કેવી અજબ જેવી વાત છે…
એ તો કેવી અજબ જેવી વાત છે…

(શબ્દો - વીકીસૌર્સ)

No comments:

Post a Comment