Wednesday, 13 July 2011

ગોરમા પૂરો મારાં મનડાંની આશ

આજથી જયાપાર્વતી વ્રતનો આરંભ થયો. વળી ગૌરીવ્રત પણ ચાલી રહ્યાં છે. તેના સંદર્ભમાં આ ગીત માણીયે.

ફિલ્મ - ઓખાહરણ
સ્વર - ઉષા મંગેશકર


ગોરમા પૂરો મારાં મનડાંની આશ,
ઝાઝું તો નથી માંગતી,
ગોરમા મળી મુને એવો ભરથાર,
શમણે હું જેવી ઝુલતી.

ગણેશ પૂજું, મહાદેવ પૂજું, પૂજું પાર્વતી માત,
ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડિ કંથવર દેજો રે...
કામદેવ સરખો સોહામણો.

કેસર ચંદન થાળી ભરીને સરખી સાહેલી જાય,
સૈયરનો લટકો, તનમન મટકો, બેની નદીએ ના'ય.

ગોરમા ગોરમા રે, કંથ દેજો કોડામણો,
હો માડી કંથવર દેજો રે... 
કામદેવ સરખો સોહામણો.

No comments:

Post a Comment