Wednesday, 27 July 2011

હરિને ભજતાં - લોકગીત

સ્વર -  વિભા દેસાઇ
ગીત - લોકભજન




હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુણતા શામળીયા સાદ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે હરિને...

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે
કર જોડી કહે ગેમલ દાસ, ભક્તોના દુઃખ હરશે રે.

(Lyrics - wikisource.org)

No comments:

Post a Comment