Thursday, 21 July 2011

હોડીને દૂર શું નજીક શું? - ઉમાશંકર જોશી

આજે ઉમાશંકર જોશીની ૧૦૦મી વર્ષગાંઠ છે. ગાંધી અને અનુગાંધીયુગના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે ઉ.જો.નું નામ સદા અમર રહેશે.

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - હરિહરન
સંગીત - અજિત શેઠ




હો....હો....હો....
હો છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું નજીક શું?

એકવાર સઢ ભર્યા ખુલ્યાં ને વાયરા ખુલ્યાં
કે હોડીને દૂર શું નજીક શું?
સામે આભના તે આગળા ખુલે પંથ નવા ઝુલે
કે હોડીને દૂર શું નજીક શું?

તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે
કે હોડીને દૂર શું નજીક શું?
કદી ઊગી તે તારલા ને તાલી વસંત મતવાલી
કે હોડીને દૂર શું નજીક શું?

આજ બીજ કલા દેખીને ઉપડી પૂનમ એની ઢૂંકડી
કે હોડીને દૂર શું નજીક શું?
એણે ધ્રુવનું નિશાન ભલું ટાંક્યું, બાકીના કશું રાખ્યું
કે હોડીને દૂર શું નજીક શું?

No comments:

Post a Comment