Tuesday, 19 July 2011

કેટલાંક કાવ્યો - મણિલાલ દેસાઇ

આજે કવિ મણિલાલ દેસાઇની ૭૨મી વર્ષગાંઠ. તેમને ખુબ ખુબ યાદગીરી. આજે માણીયે તેમણે રચેલ કેટલાક કાવ્યોનો આસ્વાદ.

કવિ - મણિલાલ દેસાઇ


આકાશ એકાએક ધસી પડ્યું.
બધી જ સંસ્કૃતિઓ એની નીચે
ચગદાઇ ગઇ.
મોંહે-જો-દરો અને નવું દિલ્હી
બધું જ થઇ ગયું એક...

ત્યારે એકાદ અશ્મિલની પાંસળીએ વળગી રહેલો હું
જંતુ બની
માટી કોરતો કોરતો
સપાટી પર આવ્યો
અને
મનુને શોધવા લાગ્યો.

   ******

તમે જેની પૂજા કરો છો એ ભગવાન
કાલે રાતે
મંદિરની ભીંતમાં પડેલી તડમાંથી
ભાગી છૂટ્યો.
પાછલી વાડના કાંટામાં ભેરવાઇ રહેલું પીતાંબર
હજુ યે ફરફરે.

   ******

સૂસવાટ કરતી
આવતી ભીની હવામાંથી
એકાદ બે જલબિન્દુ લઇ
ડાળે
સવારે ડોકિયું કીધું.
કીધું ને હાંક મારી  ઃ
આવ વર્ષા. 

No comments:

Post a Comment